મધ્યપ્રદેશના ઇન્દોરને ભિક્ષુક મુકત કરાવવાના પ્રયાસ સતત જોરી છે અને આ અભિયાનમાં અલગ અલગ એનજીઓની ભૂમિકા મહત્વપૂર્ણ છે.એક મામલામાં તો એનજીઓએ એક માસૂમની કાઉસલિંગ કરી તેની સાથે થઇ રહેલ દુષ્કર્મનો ખુલાસો કરી બાળકીની ફરિયાદ પર દુષ્કર્મ કરનારા આરોપીને સળિયાની પાછળ મોકલી આપ્યો છે.
મળતી માહિતી અનુસાર ૧૦ વર્ષીય માસૂમ જે ભીખ માંગીને ખાતી હતી તેનો લાભ ઉઠાવી હેવાન તેની સાથે દુષ્કર્મ કરતો હતો પરંતુ અંતે હેવાનની હેવાનિયતનો ખુલાસો.
થઇ ગયો સમગ્ર મામલો ઇન્દોરના સંયોગિતાગંજ પોલીસ સ્ટેશનના નવલખા ખાતે આવેલ વસ્તીનો છે અહીં ૧૦ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે આરોપીએ માસૂમની સાથે એકવાર નહીં પરંતુ અનેકવાર અત્યાર કર્યો છે.માસૂમે કહ્યું હતું કે ભોજન ખવડાવવાનું કહી આરોપી તેને લઇ જતો હતો અને દુષ્કર્મ કરતો હતો.
આ વાતનો ખુલાસો તે સમયે થયો જયારે બાલ કલ્યાણ સમિતિ નામની એક બિન સરકારી સંસ્થા દ્વારા બાળકીની મુલાકાત કરવામાં આવી અને જોણ્યુ કે તેનો પરિવાર શું કરે છે અને શું તેને માંગી ખાવુ પડે છે આ દરમિયાન માસુમે પોતાની સાથે થઇ રહેલ દુષ્કર્મની હકીકત એનજીઓને બતાવી કાઉસલિગ દરમિયાન બાલ કલ્યાણ સમિતિને જોણવા મળ્યું કે નવલખા કોમ્પ્લેકસમાં સાફ સફાઇનું કામ કરનાર સોનુ કરોતિયા દ્વારા સગીરની સાથે દુષ્કર્મ કરવામાં આવે છે. આથી એનજીઓએ પોલીસને જોણ કરી પોલીસે સોનુ કરોતિયા રહેવાસી નવલખા બસ્તીની ધરપકડ કરી કેસ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. સંયોગિતાગંજ પોલીસ પ્રભારી યોગેશ સિંહ તોમરે કહ્યું કે પોલીસે બાલ કલ્યાણ સમિતિ દ્વારા માસૂમ બાળકીની ફરિયાદ પર આરોપીની ધરપકડ કરી છે અને પોકસો એકટ હેઠળ ફરિયાદ દાખલ કરી તેની ધરપકડ કરી છે અને પોલીસ આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઇ તપાસમાં લાગી છે.