રાજુલાના ભેરાઈ દેવપરા ગામે ધાર્મિક પ્રસંગે ભવ્ય લોકડાયરો યોજાયો હતો. આ લોકડાયરામાં પૂર્વ સંસદિય સચિવ હીરાભાઈ સોલંકી અને તાલુકા પંચાયતના પ્રમુખ મીઠાભાઈ લાખણોત્રાએ હાજરી આપી ડાયરાના કલાકારો પર રૂપિયાનો વરસાદ કર્યો હતો. આ લોકડાયરામાં બંને આગેવાનોનું સન્માન કરવામાં આવ્યુ હતુ.