રાજુલા શહેરમાં ભેરાઇ રોડ પર હત્યાની કોશિષ કરી નાસી જનાર આરોપીઓ મુકેશભાઇ જાની તથા વિશાલ મુકેશભાઇ જાનીને સ્થાનિક પોલીસે ગણતરીની કલાકોમાં દબોચી લીધા હતા. આરોપીઓ સામે જીવલેણ હુમલા સહિત ગંભીર આરોપ હોય, પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી ગણતરીની કલાકોમાં બંનેને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.