સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર અને યુવા પેઢીમાં તેના પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે,
સંસ્કૃત ભારતી, સૌરાષ્ટ્ર પ્રાંત, ગુજરાત સાહિત્ય અકાદમી-ગાંધીનગર, શ્રી વલ્લભાચાર્ય એજ્યુકેશન ટ્રસ્ટ, ભેસાણ અને શ્રી સમર્પણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢ જિલ્લામાં તારીખ ૬ ઓગસ્ટથી ૧૨ ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત સપ્તાહની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ભેસાણ સહિત જિલ્લાની ૧૭ કોલેજો, માધ્યમિક શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં યોજાશે, જે સંસ્કૃત ભાષાના શૈક્ષણિક,
સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વને ઉજાગર કરશે.