ભેંસાણ પાસે સર્જાયેલ અકસ્માતમાં ઘવાયેલ જસદણના આંબરડી ખાતે રહેતા આધેડનું રાજકોટની હોસ્પિટલમાં ૯ દિવસની સારવાર બાદ મોત નિપજતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. ગત તા. ૧૪-નવે.ના રોજ ભેંસાણના પરબવાવડી પાસેથી પસાર થતા બોલેરોમાંથી પટકાયેલ જસદણના આંબરડીના ગીધાભાઇ નાનજીભાઇ મકવાણા (ઉ.વ.પપ)ને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેમને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં ૯ દિવસની સારવાર બાદ તેમણે દમ તોડી દેતા પરિવારમાં ગમગીની છવાઇ હતી. આ બનાવ અંગે માલવીયાનગર પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.