વિશ્વ પર્યાવરણ દિવસે ભેંસાણના જી.્‌. બસ સ્ટેશનમાં પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન સંવર્ધન પરિષદ દ્વારા વૃક્ષારોપણ કરીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે પરિષદના જૂનાગઢ જિલ્લા પ્રમુખ ગોપાલભાઈ ભેંસાણીયા, ભરતભાઈ બોરીચા, સુભાષભાઈ ત્રિવેદી તેમજ સમગ્ર ટીમ દ્વારા “એક વૃક્ષ મા કે નામ” અભિયાન અંતર્ગત પવિત્ર પીપળાના
વૃક્ષનું વૃક્ષારોપણ કરીને આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. ગોપાલભાઈ ભેંસાણીયા દ્વારા બસ સ્ટેશને આવતા મુસાફરોને વિશ્વ પર્યાવરણ દિવસે સતત બદલતા રહેલા પર્યાવરણ, ઊંડા જતા રહેલા ભૂગર્ભ જળ માટે પાણી બચત અને શુદ્ધ હવા અને ઓક્સિજન માટે
વૃક્ષારોપણનું મહત્વ સમજાવીને એક “વૃક્ષ મા કે નામ”નો સંકલ્પ લેવડાવવીને વૃક્ષારોપણ કરી, આ જીવંત સૃષ્ટિનું રક્ષણ અને સંવર્ધન કરીને પશુ પક્ષીઓ તેમજ માનવજીવનના રક્ષણ માટે પાણી અને પર્યાવરણ બચાવવા માટે અપીલ કરવામાં આવી હતી.