લીલીયા તાલુકાના ભેંસવડી ગામની પ્રાથમિક શાળામાં “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાલવાટિકાથી માંડીને ધોરણ ૧થી ૮ સુધીના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન મુંબઈથી આવેલ ભનુભાઈ દુધાતે શાળાની મુલાકાત લીધી હતી. તેમના તેમજ અમદાવાદના શિવગીરી બાપુ અને મુંબઈના લાલજીભાઈ ડોડિયાના સહયોગથી શાળાના તમામ વિદ્યાર્થીઓને નાસ્તા માટે સ્ટીલના લંચ બોક્સ અર્પણ કરવામાં આવ્યા હતા. વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા.