કાર્તિક આર્યનના ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. સિનેમાઘરોમાં હજી પણ કાર્તિક આર્યન, કિયારા અડવાણી, તબૂ સ્ટારર ફિલ્મ ભૂલ ભુલૈયા ૨ ચાલી રહી છે, પરંતુ ટૂંક સમયમાં તે ઓટીટી પર પણ રીલિઝ થવાની છે. ઉલ્લેખનીય છે કે ૨૦મી મેના રોજ આ ફિલ્મ સિનેમાઘરોમાં રીલિઝ થઈ હતી. અત્યાર સુધી ફિલ્મે ૧૭૨.૪૭ કરોડ રુપિયા કમાણી કરી છે. ફિલ્મને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ભૂલ ભુલૈયા ૨ પછી અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજ રીલિઝ થઈ તેમ છતાં તેની કમાણીની ગતિ ધીમી નહોતી પડી. ભૂલ ભુલૈયા ૨ની આગળ કંગના રનૌતની ફિલ્મ ધાકડ પણ ધોવાઈ ગઈ હતી. સિનેમાઘરોમાં ધમાલ મચાવ્યા પછી હવે ભૂલ ભુલૈયા ૨ ડિજિટલ પ્લેટફોર્મ પર આવવા માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે કાર્તિક આર્યનની આ સુપરહિટ ફિલ્મ તમને ઓટીટી પ્લેટફોર્મ દ્ગીંકઙ્મૈટ પર જોવા મળી શકશે. આ જોણકારી સત્તાવાર ધોરણે નેટફ્લિક્સના સોશિયલ મીડિયા અકાઉન્ટના માધ્યમથી આપવામાં આવી છે. સાથે જ કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, અમે લોકો દે તાલી, દે તાલી, દે તાલી ગાઈ રહ્યા છીએ કારણકે ભૂલ ભુલૈયા ૨ ટૂંક સમયમાં આવી રહી છે. આ હોરર કોમેડી ફિલ્મ ક્યાં સ્ટ્રીમ થશે તે જોણકારી તો સામે આવી ગઈ પરંતુ ક્યારે થશે તે હજી જણાવવામાં નથી આવ્યુ. નેટફ્લિક્સ પર પણ માત્ર કમિંગ સૂન લખવામાં આવ્યું છે. પરંતુ માનવામાં આવે છે કે ફિલ્મ જ્યારે સિનેમાઘરોમાં ૯૦ દિવસ સમાપ્ત કરશે ત્યારપછી તેને ઓટીટી પર રીલિઝ કરવામાં આવશે. આ માત્ર એક અંદાજો છે, શક્ય છે કે ફેન્સના ઉત્સાહને ધ્યાનમાં રાખીને ફિલ્મને તે પહેલા પણ ઓટીટી પર લાવી દેવામાં આવે. જો તમે Nªflixનું સબસ્ક્રિપ્શન લીધું હશે તો તમે આ ફિલ્મ પ્લેટફોર્મ પર જોઈ શકશો. ભૂલ ભુલૈયા ૨ના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે ૩ દિવસમાં ૫૦ કરોડ રુપિયા, ૫ દિવસમાં ૭૫ કરોડ રુપિયા અને ૯ દિવસમાં ૧૦૦ કરોડ રુપિયા કમાણી કરી હતી. ૧૭મા દિવસે ફિલ્મની કમાણી ૧૫૦ કરોડ સુધી પહોંચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં કાર્તિક આર્યન, કિયારા અડવાણી, તબ્બુની સાથે સાથે સંજય મિશ્રા, રાજપાલ યાદવ પણ મહત્વના રોલમાં છે. માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મ ટૂંક સમયમાં ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ થઈ જશે.