કેન્દ્ર સરકાર દ્વારા નવા કૃષિ કાયદાઓને આખરે રદ કરી દેવામાં આવ્યા છે. જોકે આ પહેલી વખત નથી બન્યું કે સરકાર બેકફુટ પર ગઈ હોય. અગાઉ સરકાર દ્વારા ભૂમી અધિગ્રહણ કાયદો પણ રદ કરવામાં આવ્યો હતો,
કૃષિ કાયદાઓની ખેડૂતો જે આંદોલન ચલાવી રહ્યા હતા તેમા તેઓ સફળ રહ્યા છે અને કેન્દ્ર સરકારને આખરે નમવાનો વારો
આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ ત્રણેય કૃષિ કાયદાઓને પરત લેવાનું એલાન કરી દેવામાં આવ્યું છે. સાથે કેન્દ્ર સરકાર દાવારા ભૂમિ અધિગ્રહણ કાયદો પણ પરત લઈ લેવામાં આવ્યો છે.
આ પહેલી વખત નથી બન્યું કે સરકાર બેક ફુટ પર ગઈ હોય. અગાઉ પણ ભૂમિ અધિગ્રહણ અધ્યાદેશ મોદી સરકાર દ્વારા પરત લેવામાં આવ્યા હતા. તે સમયે તો વડાપ્રધાન મોદીએ શપથ લીધે થોડોકજ સમય થયો હતો તે વખતે આ બન્યું હતું.
મોદીએ શપથ લીધા ત્યારબાદ કેન્દ્રએ ભૂમિ અધિગ્રહણ અધ્યાદેશ બનાવ્યા હતા. જમીન અધિગ્રહણ માટે ૮૦ ટકા ખેડૂતોની સહમતી હોવી જરૂરી હતી. જોકે નવા કાયદામાં ખેડૂતોની સંમતિને પ્રાવધાન આપવામાંજ નહોતું આપ્યું જેના કારણે ખેડૂતો વિરોધ કર્યો હતો જેથી મોજી સરકારે ૩૧ ઓગસ્ટ ૨૦૧૫ના રોજ તે કાયજો પણ પરત ખેચ્યો હતો.