વળી નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે,
ચમક દેખી લોહ ચળે, એમ ઇન્દ્રિય વિષય સંજાગજી ।
અણભેટ્યે અભાવ છે, ભેટ્યે ભોગવશે ભોગજી ।।
લોખંડ સ્થિર પડ્યું હોય પરંતુ જા લોહચુંબકનો જાગ થાય, તો લોખંડમાં આકર્ષણ ઊભું થાય છે. એ જ રીતે વિષયોના જાગમાં ઇન્દ્રિયોમાં ચંચળતા ઊભી થયા સિવાય રહેતી નથી.
સ્ત્રી અને પુરુષ બન્નેની વૃત્તિ ગમે તેવી સંયમી કે પવિત્ર હોય, છતાં પણ પરસ્પરના સાનિધ્યમાં એ નિર્મળ વૃત્તિઓ જાખમમાં મૂકાયા સિવાય રહેતી નથી, આ જગજાહેર બાબત છે. સમય આધુનિક હોય કે હજારો વર્ષ પૂર્વનો; માનવજાતે જીવનના આ વાસ્તવિક અનુભવનો સ્વીકાર કરવો આવશ્યક છે. હકીકત તો એ છે કે, આજના યુગમાં તો આ સંભાવનાઓ અનેકગણી વધી ગઇ છે.
ઋષિમુનિઓએ જાયું હતું કે, અનેક મહાન જ્ઞાની-ધ્યાની- સંયમી પુરુષો પણ સ્ત્રીઓના સંસર્ગમાં આવવાથી પોતાની આધ્યાત્મિક ઊર્જાને ગુમાવી બેઠા હતા અને હિમાલય જેવી ઊંચાઇએથી નીચે પટકાયા હતા. નારદ, પરાશર, ચ્યવન, સૌભરી, જૈમિનિ, એકલશ્રૃંગી, બ્રહ્માજી, શિવજી વગેરેના ઉદાહરણો શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. આ પ્રાચીન કથાઓને જૂની વાર્તાઓ કહીને અવગણી શકાય તેમ નથી. વિચાર એ કરવાનો છે કે, આવા મહાન ત્યાગી-વૈરાગી, તપસ્વી-સંન્યાસી, જાગી-જતિ, જ્ઞાની-ધ્યાની મહાપુરુષોની પણ જા આ દશા થઇ તો આજના ક્ષુલ્લક અને છીછરાં મનવાળા માણસની તો શી દશા થાય ? એ સહજે કલ્પી શકાય તેવી વાત છે.સાધનાના માર્ગમાં આવાં જાખમોને ઓછાં કરવા માટે સનાતન ધર્મશાસ્ત્રમાં સાધુ, સંન્યાસીઓ, બ્રહ્મચારીઓ વગેરે માટે કેટલીક લક્ષ્મણરેખાઓ દોરવામાં આવી હતી. ભારતવર્ષના પ્રાચીન ઋષિમુનિઓ જ નહિ પરંતુ આજના સમયે પણ મહાન ગણાતા સંતો શ્રીરામકૃષ્ણ પરમહંસ, સ્વામી દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ, મહાન યોગી સ્વામી શિવાનંદજી વગેરેએ પણ કોઇને કોઇ રીતે આ મર્યાદા અને બ્રહ્મચર્યનો મહિમા હૃદયથી સ્વીકારેલો છે.