આવશ્યકતા છે આ પ્રયોગને વિવિધ સંદર્ભોમાં સારી રીતે સમજી લેવાની અને યોગ્ય રીતે અમલમાં મૂકવાની. †ી અને પુરુષ ગમે એટલા મહાન હોય, પવિત્ર હોય, પરંતુ બન્નેનું સાનિધ્ય વિજાતીય આકર્ષણમાં વધારો કર્યા સિવાય રહેતું નથી. એમાંય એકાંતસેવન તો બળતામાં ઘી હોમવાનું કામ કરે છે. શાસ્ત્રો કહે છે કે,
“ઘૃતકુંભસમા નારી, તપ્તાઙ્ગારસમઃ પુમાન્‌ ।
તસ્માત્‌ ઘૃતં ચ વહ્નિં ચ નૈકત્ર સ્થાપયેત્‌ પુમાન્‌ ।।
શાસ્ત્રોમાં કોઇ કોઇ જગ્યાએ આ વાતને થોડી જૂદી રીતે કહેવામાં આવી છે.
“અગ્નિકુંડસમા નારી, ઘૃતકુંભમયઃ પુમાન્‌ ।”
શાસ્ત્રની આ બન્ને વાતનો સાર સરખો છે. “અગ્નિ અને ઘી બન્ને જ્યાં સુધી પોતપોતાના સ્થાનમાં હોય ત્યાં સુધી બરાબર છે, પરંતુ જ્યારે બન્ને ભેગા થાય છે ત્યારે ઘી પીગળ્યા સિવાય રહેતું નથી. ઘી પીગળે છે, એમાં નથી ઘીનો વાંક કે નથી અગ્નિનો; વાંક છે બન્નેના સાનિધ્યનો.” “એ જ રીતે સ્ત્રી અને પુરુષ ગમે એટલા સંયમી કે પવિત્ર હોય, તોપણ બન્ને જ્યારે પરસ્પરના સંસર્ગમાં આવે છે ત્યારે મનોવિકારો પેદા થવાની સંભાવનાઓ વધી જાય છે.
ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે કે,“સંગાત્‌ સંજાયતે કામઃ”“વિષયોના સંગથી કામનાઓનો ઉદય થાય છે.”
મહાભારતમાં ભગવાન વેદ વ્યાસ અને જૈમિની ઋષિનો સંવાદ પ્રસિદ્ધ છે,
ભગવાન વેદ વ્યાસ કહે છે કે,“વિદ્વાન પુરુષોએ પણ મા, બહેન અને દીકરીની સાથે એકાંતમાં ન રહેવું, કારણ કે ઇન્દ્રિયોનો સમુદાય અત્યંત બળવાન છે, જે વિદ્વાનને પણ પાપ તરફ ખેંચી જાય છે.”
darshan@sgvp.org