(એ.આર.એલ),ગાંધીનગર,તા.૧૪
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની ટેક ઇકો સિસ્ટમમાં નવું સીમાચિહ્ન ઉમેરતા રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે વૈÂશ્વક અગ્રણી જેબિલ સાથે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર એમઓયુ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં ભારત ટેકનોલોજી અને ઉદ્યોગોમાં નોંધપાત્ર પરિવર્તનનું વાહક બન્યું છે અને ડિજિટલ ઇનોવેશન માટે વૈÂશ્વક હબ બનવા તરફ આગેકૂચ કરી રહ્યું છે. આ સંદર્ભમાં ભારત સેમિકન્ડક્ટર મિશન, ઇÂન્ડયા એઆઈ મિશન, નેશનલ ક્વોન્ટમ મિશન જેવી અગ્રણી પહેલો સાથે છે આઇઓટી અને ૫ જી ટેકનોલોજી સાથે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ઉદ્યોગો મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા સજ્જ થયા છે.
ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ અને એન્જીનિયરીંગ, મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય ચેઈન સોલ્યુશન્સ માં વર્લ્ડ લીડર જેબિલ વચ્ચે થયેલા આ એમઓયુ અનુસાર ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન ડ્ઢજીંઇમાં ૧,૦૦૦ કરોડ રૂપિયાના સંભવિત રોકાણોની નેમ જેબિલ ધરાવે છે. આ નવા યુનિટ સાથે જેબિલ અને ગુજરાત સરકાર સાથે મળીને નેટવ‹કગ, કેપિટલ ગુડસ, ઓટોમોટિવ અને અન્ય વિષયમાં પણ ધ્યાન કેન્દ્રિત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપÂસ્થતિમાં થયેલા આ એમઓયુ અન્વયે જેબિલ આગામી ૨૦૨૭ સુધીમાં પોતાનું કાર્યક્ષેત્ર વિસ્તારવા અને અંદાજે ૫૦૦૦થી વધુ રોજગાર અવસરો પૂરા પાડવા પ્રતિબદ્ધ છે. આના પરિણામે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કેપેસિટીને વેગ મળતા નવું સ્કીલ ડેવલપમેન્ટ વિસ્તૃત બનશે. આ એમઓયુ પર જબીલ વતી બી એન શુક્લા, (ઓપરેશન ડાયરેક્ટર) અને મનીષ ગુરવાણી, મિશન ડાયરેક્ટર, ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ મિશન દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર અને ફ્રેડરિક મેકકોય, એક્ઝક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ, ગ્લોબલ વચ્ચે આ એમઓયુનું આદાનપ્રદાન થયું હતું. રાજ્યમાં જીએસઇએમ નોડલ અમલીકરણ એજન્સી તરીકે ઇલેક્ટ્રોનિક્સ સેગમેન્ટમાં રોકાણની સુવિધા માટે સહયોગ આપે છે.
આ એમઓયુ ઉચ્ચ-કુશળ નોકરીની તકો અને વિશ્વ-કક્ષાના ઉત્પાદનોનું ઉત્પાદન કરીને રાજ્યની ટેકનોલોજી ઇકોસિસ્ટમને મજબૂત કરશે. ધોલેરા એસઆઇઆર સરકાર દ્વારા હાઇ-ટેક મેન્યુફેક્ચરિંગને ટેકો આપવા માટે ઉદ્યોગ-તૈયાર પ્લગ-એન્ડ-પ્લે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કાર્યક્ષમ લોજિસ્ટકલ ફ્રેમવર્ક સાથે વિકસાવવામાં આવી છે. તે વડાપ્રધાનની મેક ઇન ઈÂન્ડયા પહેલને વેગ આપશે. વિશ્વની ટોચની બ્રાન્ડ્‌સ માટે વિશ્વસનીય ભાગીદાર જેબિલ વ્યાપક એÂન્જનિયરિંગ, ઉત્પાદન અને સપ્લાય ચેઇન સોલ્યુશન્સ ઓફર કરે છે. સમગ્ર ઉદ્યોગોમાં ૫૦ વર્ષથી વધુના અનુભવ અને વિશ્વભરમાં ૧૦૦ થી વધુ સાઇટ્‌સના વિશાળ નેટવર્ક સાથે, સ્કેલેબલ અને કસ્ટમાઇઝ્ડ સોલ્યુશન્સ બંનેને પહોંચાડવા માટે સ્થાનિક કુશળતા સાથે તે વૈશ્વક પહોંચને પણ જાડે છે. ગુજરાતમાં માઈક્રોન, ટાટા ઈલેક્ટ્રોનિક્સ, સીજી પાવર અને ક્રેઈન્સ જેવા ટેક્નોલોજી લીડર્સ દ્વારા સેમિકન્ડક્ટર કામગીરી સ્થાપિત કરવામાં આવી છે .
ટાટા ગ્રૂપની કંપની ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્રાઈવેટ લિમિટેડ ધોલેરા ખાતે ભારતની પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ બનાવી રહી છે. ભારતમાં જેબિલનું આયોજિત વિસ્તરણ ટેક્નોલોજી કંપનીઓ માટે ધોલેરામાં હવે અસાધારણ તકોના વિકાસને વેગ આપવા સાથોસાથ એક મજબૂત અને સિનર્જિસ્ટક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન પૂરૂ પાડશે.