ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ ખેલાડી અને તૃણમૂલ કોંગ્રેસ સાંસદ યુસુફ પઠાણ દ્વારા કરવામાં આવેલ એક ટ્વીટ વિવાદને જન્મ આપી રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ યુસુફ પઠાણ દ્વારા ફોટો પડાવેલી જૂની મસ્જીદ પર ટિપ્પણી કરી રહ્યા છે.યુસુફ પઠાણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, “પશ્ચિમ બંગાળના માલદામાં આવેલી આદિના મસ્જીદ, ૧૪મી સદીમાં ઇલ્યાસ શાહી વંશના બીજા શાસક સુલતાન સિકંદર શાહ દ્વારા બનાવવામાં આવેલી એક ઐતિહાસિક મસ્જીદ છે. ૧૩૭૩-૧૩૭૫ એડીમાં બનેલી, તે ભારતીય ઉપખંડની તેના સમયની સૌથી મોટી મસ્જીદ હતી, જે આ પ્રદેશની સ્થાપત્ય ભવ્યતાને પ્રતિબિંબિત કરે છે.”
ઘણા વપરાશકર્તાઓએ યુસુફ પઠાણની પોસ્ટ પર ટિપ્પણી કરી, દાવો કર્યો કે આ મસ્જીદ એક પ્રાચીન મંદિર હતી. કોલ્ડ કોફી નામના વપરાશકર્તાએ લખ્યું કે માલદામાં એક પ્રાચીન આદિનાથ હિન્દુ મંદિર હતું, જેને સુલતાન સિકંદર શાહે ૧૪મી સદીમાં મસ્જીદમાં રૂપાંતરિત કર્યું હતું.એક ટવીટર હેન્ડલ પરથી રીટ્વીટ કરવાથી વિવાદ શરૂ થયો. આ વપરાશકર્તાએ યુસુફ પઠાણના ટવીવટને ફરીથી પોસ્ટ કર્યું, લખ્યું, “માલ્ડામાં આદિના મસ્જીદ, નમસ્તે – શું કોઈ સાંભળી રહ્યું છે?”
અન્ય યુઝર્સે લખ્યું, “પ્રિય યુસુફ પઠાણ, તમે આદિનાથ મંદિરના પરિસરમાં ઉભા છો, જે સૌથી મહાન હિન્દુ મંદિરોમાંનું એક છે, જેને ઇસ્લામિક આક્રમણકારો દ્વારા અપવિત્ર અને કબજે કરવામાં આવ્યું હતું. તમારા સંદર્ભ માટે કેટલાક ફોટોગ્રાફ્સ જાડવામાં આવ્યા છે. આ અન્યાય અને બર્બરતાને પૂર્વવત્ કરવાનો અને મંદિરને તેના ગૌરવમાં પુનઃસ્થાપિત કરવાનો સમય આવી ગયો છે.” બીજાએ લખ્યું, “આ મસ્જીદનું સાચું રહસ્ય એક શક્તિશાળી, સુસંસ્કૃત સામ્રાજ્યનો મૌન પુરાવો છે. તેની ભવ્ય ડિઝાઇન ફક્ત શ્રદ્ધાનું પ્રતીક નથી, પરંતુ સ્થાપત્ય મહત્વાકાંક્ષાનું એક બોલ્ડ નિવેદન છે. તે ભૂતકાળના યુગની ભવ્યતાનું મૌન રક્ષક છે.”









































