રાજ્યમાં જ્યા એક તરફ કમોસમી વરસાદે લોકોને અને ખાસ કરીને ખેડૂતોને ચિંતામાં મુકી દીધા છે. ત્યારે વધુ એક નવી મુસિબત સામે આવી છે. જી હા, મળી રહેલી માહિતી અનુસાર, તાલાલા અને સાસણ ગીરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આપને જણાવી દઇએ કે, તાલાલા અને સાસણ ગીરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા ૨.૩ નોંધાઇ છે. મળી રહેલી માહિતી અનુસાર,ગઈ કાલે પણ આંચકો આવ્યો હતો,અને ૧૨ઃ૧૭ મિનિટે ફરી ધરા ધ્રુજી ઉઠી હતી. વળી આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાલાથી ૧૩ કી.મી દૂર નોંધાયુ છે. ભૂકંપ આવવા પાછળનું કારણ વિભિન્ન હોય છે. આપણે શરૂઆતથી જ એકદમ Âસ્થર ધરતી પર રહેવા ટેવાયેલા હોવાથી, જા ધરતી ધ્રૂજવા લાગે તો આપણું મન પણ ગભરાયેલા કબૂતરની જેમ ફફડી ઊઠે છે. કેટલાંક આ વિશે વૈજ્ઞાનિક કારણો જાણે છે તો કેટલાંક પાસે આ વિશે અધૂરી માહિતી હોય છે.