પાકિસ્તાનમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર પશ્ચિમ પાકિસ્તાનમાં હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૬ માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ ભૂકંપ વિશે માહિતી આપી હતી. ભૂકંપના આંચકા એટલા જારદાર હતા કે લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા. ૪.૬ ની તીવ્રતાના ભૂકંપને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.એનસીએસ અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ ૧૦ કિલોમીટરની ઊંડાઈએ હતું, જેનું અક્ષાંશ ૨૯.૧૨ ઉત્તર અને રેખાંશ ૬૭.૨૬ પૂર્વ હતું. આ ભૂકંપ બપોરે ૧:૨૬ વાગ્યે આવ્યો હતો.
આના બે દિવસ પહેલા, શનિવાર, ૧૦ મેના રોજ, પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા ૪.૦ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ ૧૦ કિલોમીટરની ઊંડાઈએ હતું. આ ભૂકંપ સવારે ૧:૪૪ વાગ્યે આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર પણ પશ્ચિમ પાકિસ્તાનના ક્વેટા નજીક હતું. ગયા અઠવાડિયે પણ, સોમવારે, પાકિસ્તાનમાં ૪.૨ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.એનસીએસ અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ ૧૦ કિલોમીટરની ઊંડાઈએ હતું, જેનું અક્ષાંશ ૩૬.૬૦ ઉત્તર અને રેખાંશ ૭૨.૮૯ પૂર્વ હતું.