દિલ્હી એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ આંચકા જમ્મુ-કાશ્મીર, હરિયાણા અને પંજાબમાં પણ અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-પાકિસ્તાનમાં હોવાનું કહેવાય છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૫.૮ આંકવામાં આવી છે. જ્યારે તેનું કેન્દ્રબિંદુ જમીનથી ૩૩ કિલોમીટર નીચે હોવાનું કહેવાય છે. તમને જણાવી દઈએ કે ભૂકંપ ટેક્ટોનિક મૂવમેન્ટના કારણે આવે છે. પૃથ્વીની અંદર કુલ સાત મુખ્ય ટેક્ટોનિક પ્લેટો છે. જે આખો સમય ફરતા રહે છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે, ત્યારે જમીન ઉપર ભૂકંપના આંચકા અનુભવાય છે.
થોડા દિવસ પહેલા જ દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તે દરમિયાન અફઘાનિસ્તાનમાં એટલો જારદાર ભૂકંપ આવ્યો કે દિલ્હી-એનસીઆરમાં પણ ધરતી ધ્રૂજી ગઈ. તે દરમિયાન ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૭ માપવામાં આવી હતી. આ ભૂકંપ ૨૫૫ કિમીનો હતો. પૃથ્વીના ઊંડાણમાં નોંધાયેલું હતું. અફઘાનિસ્તાનના સમય અનુસાર સવારે ૧૧.૨૬ વાગ્યે ભૂકંપ આવ્યો, જેની અસર દિલ્હી સુધી જાવા મળી.
ભૂકંપના આંચકાના કારણે દિલ્હી-એનસીઆર સહિત દેશના અનેક શહેરોમાં લોકો ગભરાટમાં આવી ગયા હતા. જયપુરમાં ઘણા લોકો ડરીને ઘરની બહાર નીકળી ગયા હતા. તેવી જ રીતે જમ્મુ-કાશ્મીરમાં પણ ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ જાવા મળ્યો હતો. જા કે હજુ સુધી ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.