શ્રી ભુરખીયા હનુમાનજી મંદિરે ૭૮મા વિના મૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ ૧૨૬ દર્દીઓએ લીધો હતો. તેમાંથી ૩૨ દર્દીઓને મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા. તા. ૧૮-૦૯-‘૨૪ ને બુધવારના રોજ રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર-મુંબઈના આર્થિક સહયોગથી યોજાયેલા કેમ્પમાં લાઠી તાલુકાના શ્રી ભુરખીયા હનુમાનજી દાદાના મંદિરે તા. ૧૮-૦૯-‘૨૪ ને બુધવારે લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી), શ્રી ભુરખીયા હનુમાનજી ટ્રસ્ટ અને સુદર્શન નેત્રાલય અમરેલીનો સહયોગ મળ્યો હતો. સુદર્શન નેત્રાલયની ટીમે ૧૨૬ દર્દીઓની આંખની તપાસ કરી હતી. ૧૫ દર્દીઓને રાહત ભાવે નંબરના ચશ્મા આપવામાં આવ્યા હતા.