દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખીયા હનુમાનજી મંદિરે શિવકુંજ આશ્રમના સીતારામબાપુનો સત્સંગ યોજાયો હતો. શિવકુંજ આશ્રમના સીતારામબાપુએ સેવક સમુદાયની વિશાળ ઉપસ્થિતિમાં કરેલા ચાલીસા પઠન, સુંદરકાંડના પાઠમાં દૂરદૂરથી ખૂબ મોટી સંખ્યામાં સેવકો ઉપસ્થિત રહ્યા હતા. સીતારામબાપુના માર્મિક ટકોર કરતા દ્રષ્ટાંત સાથે દિવ્ય સત્સંગને સ્થિતપ્રજ્ઞ બની શ્રવણ કરતા ભાવિકો, સતી રત્નો પૂજ્ય વરુણાનંદીજી અને રામેશ્વરાનંદીજીની પાવન નિશ્રામાં દામનગર સહિત અનેક ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોમાંથી સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓએ દર્શન કરી ધન્યતા વ્યક્ત કરી હતી.