દામનગર નજીક આવેલા સુપ્રસિદ્ધ હનુમાનજી મંદિર ખાતે આજરોજ ગુરુપૂર્ણિમાની ભવ્યાતી ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આજે સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે જેમાં રથયાત્રા, ચરણ પાદુકાનું પૂજન અને સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરુપૂર્ણિમાના પાવન દિવસે તમામ સેવકો અને ભક્તોએ બહોળી સંખ્યામાં હાજર રહેવા મંદિરના પૂજારી પરિવાર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.








































