શ્રી ભુરખીયા હનુમાનજી મંદિરે બુધવારે ૭૮મો વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાશે. જેનો મોટી સંખ્યામાં લાભ લેવા જણાવ્યું છે. લાઠી તાલુકાના સ્વયમ્ પ્રગટ શ્રી ભુરખીયા હનુમાનજી મંદિરે તા.૧૮-૦૯-૨૪ ને બુધવારે સવારના ૮ થી ૧૨ વાગ્યા સુધી રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર – મુંબઈના આર્થિક સહયોગથી અને લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સિટી ), શ્રી ભુરખીયા હનુમાનજી ટ્રસ્ટ અને સુદર્શન નેત્રાલય અમરેલીના સંયુક્ત ઉપક્રમે યોજાનાર ૭૮મા વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પમાં દર્દીઓની આંખ તપાસી, જરૂરત વાળા દર્દીઓને મોતિયાના ટાંકા વગરના ઓપરેશન કરી વિનામૂલ્યે નેત્રમણી બેસાડી આપવામાં આવશે. કેમ્પમાં નંબર પ્રમાણે રાહત ભાવે ચશ્મા બનાવી આપવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા આવનાર આંખના દર્દીઓએ આધાર – પુરાવા ( આધાર કાર્ડ ) સાથે લાવવા આયોજકોએ વિનંતી કરી છે.