ભુરખીયા ગામે રહેતા અને ખેતી કામ કરતાં હરદેવસિંહભાઇ અમરસિંહભાઇ ગોહીલ (ઉ.વ.૨૯)એ જાહેર કર્યા મુજબ, ઢસા ગામે રહેતા દયાબેન ધવલભાઇ ચાવડા (ઉ.વ.૩૦)એ સાત મહિના પહેલા પુત્રીને જન્મ આપ્યો હતો. જે બાદ તેઓ માનસિક અસ્થિર થઈ ગયા હતા. બે દિવસ પહેલા તેઓ પુત્રીને લઈ નીકળ્યા હતા. માનસિક અસ્થિરતાના કારણે તેઓ સાત માસની બાળકી સાથે રેલવેના ટ્રેક ઉપર ટ્રેનની અડફેટે આવી જતાં તેમના બંનેના મોત નિપજયા હતા. અમરેલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભંડારી વધુ તપાસ કરી રહ્યા છે.