લાઠીના ભુરખીયા ગામે એક પુરુષે વાડીની ઓરડીમાં લુંગી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. પુરુષના મોતના પગલે શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ અંગે વાલજીભાઇ પરમાર (ઉ.વ.૫૧)એ જાહેર કર્યા મુજબ, વલ્લભભાઇ પરમારે તેમની વાડીએ પતરાની ઓરડીમાં આવેલ લોંખડના પાઇપ સાથે લુંગી બાંધી અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ લીધો હતો.