દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાનજી મંદિરે દાદાના સાનિધ્યમાં સમસ્ત પૂજારી પરિવાર દ્વારા મારુતિ મહાયજ્ઞ યોજાયો હતો. દીપાવલીના પાવન પર્વે ધ્વજારોહણ દરમ્યાન શ્રધ્ધાળુ ભાવિકોએ દર્શન, પૂજન-અર્ચન સાથે મારૂતિ મહાયજ્ઞના દર્શનનો લ્હાવો લીધો હતો. પ્રકાશના પર્વ દીપાવલીએ દાદાના સાનિધ્યમાં દરેક જીવાત્માના કલ્યાણની કામના સાથે સમસ્ત પૂજારી પરિવાર દ્વારા મારૂતિ મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરાયું હતું.