બાબરા શહેર અને તાલુકા ભાજપ દ્વારા ભાજપનાં ઉમેદવાર ભરતભાઈ સુતરીયા સમર્થનમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાનાં અધ્યક્ષ સ્થાને કી વોટર્સ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાબરા શહેરનાં બુદ્ધિજીવી આગેવાનો, વેપારીઓ, વકીલ મંડળના સભ્યો, ઉદ્યોગપતિઓ, ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો, વેપારી મહામંડળના આગેવાનો, વિવિધ જ્ઞાતિના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં ભાજપનાં ઉમેદવાર ભરતભાઇ સુતરીયાને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે અપીલ કરવામાં આવી હતી. આ તકે ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.