ભુજના સ્વામિનારાયણ મંદિર દ્વારા દિવાળીના પર્વ નિમિતે દર વર્ષે અન્નકૂટ પ્રસાદ ધરાવવામાં આવે છે. વર્ષો જૂની પરંપરા મુજબ સ્વામિનારાયણ પરિસરને પણ અનોખી રીતે સજોવવામાં આવ્યું છે. આ ઉપરાંત આ વર્ષે ૭૦ થી વધુ વાનગીઓનું અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ૧ લાખથી વધુ હરિભક્તોને અન્નકૂટના પ્રસાદનું ભારતભર અને વિદેશમાં પણ વિતરણ કરવામાં આવશે.
દર વર્ષની જેમ ભુજના સ્વામિનારાયણ મંદિર ખાતે મહંત સ્વામીની આજ્ઞાથી તમામ સંતો, બહેનો તથા સૌ ભક્તો દ્વારા અલગ અલગ ૭૦ જોતની વાનગીઓ બનાવવામાં આવી રહી છે. જેમાં શક્કરપારા, લાલ મોહનથાળ, સાટા, મેસૂક, ગાંઠિયા, લકડીયા વગેરે જેવી અનેક વાનગીઓનો સમાવેશ થાય છે. આ પ્રસાદ ભગવાન ઠાકોરજીને ધરાવવામાં આવશે અને ત્યારબાદ હરીભક્તોને આ પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.ભુજના સ્વામિનારાયણ મંદિર દ્વારા ૧ લાખથી વધુ ભક્તોને અન્નકૂટના પ્રસાદનું કરાશે