ભુજના ધારાસભ્યએ કોન્ટ્રાકટરનો જાહેરમાં ઉધડો લીધો હતો જી હા થોડા સમય પહેલા ખારી ગામે શાળાનું ૨ .૬૬ કરોડનાં ખર્ચે નવું બિલ્ડીંગ બન્યું હતું.જેમાં નબળા પિલર સહિતની નબળી કામગીરી જણાઇ આવી હતી. જેની જાણ થતા ધારાસભ્યએ કોન્ટ્રાકટરનો જાહેરમા ઉધડો લીધો હતો.આ ઘટના બાદ કેશુ પટેલે સમગ્ર તપાસ કરી હતી જેમાં તેમને લોકાર્પણ પહેલા જ નબળુ કામ થતાં કેશુ પટેલને ધ્યાને આવ્યું હતું. જેથી કોન્ટ્રાકટરને વો‹નગ આપતા ધારાસભ્યે કહ્યું હતું કે હવે પછી આવુ થયુ તો એજન્સીને બ્લેક લીસ્ટ કરાશે.
આ પહેલા ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી, જેમાં કોંગ્રેસી નગરસેવકોએ આવાસ યોજનાની નબળી કામગીરી અંગે પ્રશ્નો ઉઠાવી અધિકારીઓ પાસે જવાબ માંગ્યો હતો. આવાસના મામલે કોંગ્રેસના નાગરિક કાર્યકરોએ ભાજપની ટીકા કરી હતી. કોંગ્રેસે કહ્યું કે આવાસ યોજનાના મુદ્દે લાંબી ચર્ચા થઈ હતી અને આવાસને લઈને ઘણી ફરિયાદો મળી હતી. આવાસના મુદ્દે અધિકારીએ દાવો કર્યો હતો કે કામ સારી રીતે ચાલી રહ્યું છે અને ફરિયાદનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. આ બાબતે ભાજપના નાગરિક કાર્યકર્તાએ પણ સમસ્યાનો ઉલ્લેખ કરી સમસ્યા હલ કરવા સૂચન કર્યું હતું.