નુપુર શર્માએ પયગંબર મોહમ્મદ વિશે અપમાનજનક ટિપ્પણી માટે માફી માંગી છે. ભાજપ પક્ષે તેમની સામે કાર્યવાહી પણ કરી છે, પરંતુ આ મામલો અટકતો જોવા હાલ મળતો નથી. ભીમ આર્મી ચીફ નવાબ સતપાલ તંવરે નૂપુર શર્મા વિશે અપમાનજનક ટિપ્પણી કરી છે. તેમણે નૂપુર શર્માની જીભ કાપનાર વ્યક્તિને ૧ કરોડનું ઈનામ આપવાની જોહેરાત કરી છે.
ભીમ આર્મીના આ નિવેદનને ખતરા તરીકે જોવામાં આવી રહ્યું છે, પરંતુ પોલીસે હજુ સુધી તેના પર કોઈ કાર્યવાહી કરી નથી. આ પહેલીવાર નથી જ્યારે સતપાલ તવંતે આવું નિવેદન આપ્યું હોય. આ પહેલા પણ સતપાલ તવંત અનેક ફિલ્મી અને રાજકીય હસ્તીઓને ધમકી આપીને વિવાદ સર્જી ચૂક્યા છે અને હવે નૂપુરની જીભ કાપવાની વાત કરી છે. ભીમ સેનાના સંસ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ નવાબ સતપાલ તંવરે આરોપ લગાવ્યો કે નુપુર શર્માએ પયગંબરનું અપમાન કર્યું છે, જેનાથી કરોડો મુસ્લીમ સમુદાયને ઠેસ પહોંચી છે.
ઉલ્લેખનીય છે કે, પયગંબર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણીને લઈને નૂપુર શર્માના પક્ષમાં અને વિરોધમાં અલગ-અલગ નિવેદનબાજી અને પ્રદર્શન થઈ રહ્યા છે. આજે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઇએમઆઇએમ દિલ્હીના જંતર-મંતર પર નૂપુર અને નવીન જિંદાલ સામે વિરોધ પ્રદર્શન કરશે, જ્યારે હિંદુ મહાસભા લખનૌમાં નુપુર શર્માના સમર્થનમાં પગપાળા કૂચ કરશે.
આગલા દિવસે, એઆઇએમઆઇએમ ચીફ અસદુદ્દીન કહ્યું હતું કે નુપુર શર્માની ધરપકડ થવી જોઈએ. તેણે કહ્યું કે નુપુર શર્માએ માફી માંગી નથી, પરંતુ તેણે પોતાના નિવેદનમાં અંગ્રેજીમાં આરવી લખ્યું છે. તેણે ક્યાં માફી માંગી? અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે આ સરકાર બુલડોઝરની રાજનીતિ કરે છે, જ્યારે પણ કંઇક થાય છે ત્યારે બુલડોઝર દોડાવે છે, તો શું હવે નૂપુર શર્માના ઘર પર બુલડોઝર ચાલશે? તેમણે કહ્યું કે જ્યારે દેશના મુસ્લીમોની વાત આવે છે તો પીએમ મોદી તેમની વાત સાંભળતા નથી. પીએમ ભારતીય મુસ્લીમોની વેદનાને સમજી શકતા નથી. તેમણે ભાજપ પર દેશના મુસ્લીમોને અપમાનિત કરવાનો આરોપ લગાવ્યો છે