વેરાવળ તાલુકાના ભીડિયા બંદર ખાતે શ્રી સંયુક્ત કોળી સમાજ ભીડિયા પ્લોટ દ્વારા આયોજિત ૨૭મા સમુહલગ્ન સમારોહ સફળતાપૂર્વક સંપન્ન થયો. આ પ્રસંગે કુલ ૨૨ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્‌યાં હતાં. આ સમુહલગ્ન બે તબક્કામાં યોજાયો હતો. પ્રથમ તબક્કામાં ૨૫ જૂન, ૨૦૨૫ના રોજ ૧૨ યુગલોએ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા, જ્યારે બીજા તબક્કામાં ૨૯ જૂન, ૨૦૨૫ના રોજ અન્ય ૧૦ યુગલોએ લગ્ન કર્યા હતા. આ શુભ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિત અનેક અગ્રણીઓએ હાજરી આપી નવદંપતિઓને આશીર્વચન પાઠવ્યા હતા.