ભીંગરાડ ગામે થયેલી મહિલાની હત્યામાં તેના પતિની ધરપકડ કર્યા બાદ પોલીસ પૂછપરછમાં આરોપી મુકેશે જણાવ્યુ હતું કે, રસોઈ બનાવવાના મામલે થયેલા ઝઘડામાં તેમણે પત્નીની નિર્મમ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. જેમાં ઝઘડા દરમિયાન પતિએ પત્નીને જમીન પર પછાડી, લાતો અને લાકડીના ઘા માર્યા હતા. અંતે તેનું ગળું દબાવી દેતા ઘટનાસ્થળે જ પત્નીનું મોત નિપજ્યું હતું. પોલીસે હત્યામાં વપરાયેલ લાકડી, બાઇક અને કપડાં કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.