લીલીયા તાલુકાના ભીંગરાડ ગામના એક વૃદ્ધા તેની દીકરીના ઘરે આંટો મારવા ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે અજાણ્યા બાઇક ચાલકે તેમને ટક્કર મારી હતી. આ ઘટના અંગે ફરિયાદ નોંધાતા લાઠી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે કંચનબેન ભુપતભાઈ પરમાર (ઉ.વ.૬૦)એ અજાણ્યા મોટર સાઇકલ ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ સરકારી પીપળવા ગામે તેમની દીકરીના ઘરે ગયા હતા. જ્યાંથી આંબરડી રસ્તે આવેલા રાપેયાદાદાના મંદિરેથી દર્શન કરી આવતા હતા ત્યારે અજાણ્યા મોટર સાઇકલ ચાલકે તેમને પાછળથી ટક્કર મારી હતી. જેના કારણે ફ્રેક્ચરની ગંભીર ઈજા થઈ હતી. લાઠી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ જે.બી.કંડોળીયા વધુ તપાસ કરી રહ્યા છે.