પોલીસે આ પ્રદર્શન માટે પરવાનગી આપી ન હતી
હિન્દી વિરુદ્ધ મરાઠી ભાષા વિવાદ અંગે મુંબઈથી મોટા સમાચાર આવ્યા છે. મનસેના વિરોધ સંદર્ભે મુંબઈના મીરા રોડ વિસ્તારમાં મોટો હોબાળો થયો છે. પોલીસે ઘણા એમએનએસ કાર્યકરોની અટકાયત કરી છે. તમને જણાવી દઈએ કે મીરા રોડ પર મનસેના કાર્યકરો વિરોધ કરી રહ્યા હતાં. પોલીસે વિરોધ કરી રહેલા ઘણા કાર્યકરોની અટકાયત કરી છે. મનસેએ આજે મીરા રોડ વિસ્તારમાં મરાઠી સ્વાભિમાન મોરચો કાઢવાની જાહેરાત કરી હતી પરંતુ પોલીસે તેને મંજૂરી આપી નથી. પોલીસ તરફથી પરવાનગી ન મળતાં, કેટલાક લોકો નાના જૂથોમાં વિરોધ કરી રહ્યા હતા, ત્યારબાદ પોલીસે તેમની અટકાયત કરી છે.
બીજી તરફ, ભાષા વિવાદ પર મીરા રોડના વેપારીઓ સામે મનસેના વળતા વિરોધ પર, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, “એવું કહેવું ખોટું હશે કે અમે મીરા રોડ પર વિરોધ માટે પરવાનગી આપી નથી. મેં કમિશનર સાથે વાત કરી છે, જેમણે મને કહ્યું કે પોલીસે વિરોધ માટે પરવાનગી નકારી નથી. તેઓએ સભા માટે પરવાનગી માંગી હતી. અમે તેમને તે પરવાનગી આપી રહ્યા હતા, પરંતુ તેઓ એવા રૂટ પર વિરોધ કૂચ કાઢવા માંગતા હતા જ્યાં તે શક્ય ન હતું. અમે તેમને વૈકÂલ્પક રૂટ લેવા કહ્યું, પરંતુ તેઓ તે માટે સંમત ન થયા. એવું કહેવું ખોટું હશે કે તેમને પરવાનગી આપવામાં આવી નથી.” શિવસેના (શિંદે) ના મંત્રીએ વિરોધ કર્યો
આ ઉપરાંત, મીરા રોડમાં યોજાનાર વિરોધને લઈને રાજકારણ વધી ગયું છે. આ મુદ્દે મહાયુતિમાં અણબનાવ જાવા મળી રહ્યો છે. મરાઠી મોરચાને વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી ન મળતાં શિંદેની શિવસેના નારાજ હોય તેવું લાગે છે. શિંદેની શિવસેનાના મંત્રી પ્રતાપ સરનાઇકે કહ્યું છે કે પોલીસે એક પક્ષ (ભાજપ) વતી કામ ન કરવું જાઈએ. જા વેપારીઓના (ગુજરાતી-મારવાડી) મોરચાને પરવાનગી આપવામાં આવી હોય, તો પછી મરાઠી લોકોના મોરચાને પરવાનગી કેમ આપવામાં આવી રહી નથી. તેમણે કહ્યું કે હું પછી મંત્રી છું, હું પહેલા મરાઠી છું. મેં ત્યાંના પોલીસ કમિશનર સાથે વાત કરીને મારી નારાજગી વ્યક્ત કરી છે, આજે હું આ મુદ્દે મુખ્યમંત્રી સાથે પણ વાત કરવાનો છું.
એનસીપી (સપા) ધારાસભ્ય રોહિત પવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં રાજ્ય બહારના વેપારીઓને મોરચો કાઢવાની પરવાનગી મળે છે, પરંતુ મરાઠી લોકોને મળતી નથી, તે દુર્ભાગ્યપૂર્ણ છે. પહેલા હિન્દુઓ અને મુસ્લિમો વિભાજિત થયા હતા, હવે તેઓ મરાઠી-બિન-મરાઠીઓને વિભાજિત કરવાનો નવો પ્રયોગ કરી રહ્યા છે. આ બધું બિહાર અને બીએમસી ચૂંટણી માટે કરવામાં આવી રહ્યું છે. રોહિત પવારે કહ્યું, “મહારાષ્ટ્રમાં લોકો પહેલા સાથે રહેતા હતા, પરંતુ ભાજપ તેમને વિભાજીત કરવા માંગે છે. તેઓ વિભાજન બનાવવા માંગે છે જેથી ભાજપને તેનો ફાયદો મળી શકે. ભાજપ બધું મરાઠી વિરુદ્ધ બિન-મરાઠી બનાવવાનો પ્રયાસ કરી રહી છે.”





































