બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે સાથી પક્ષ ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે તેમને સમજમાં આવતું નથી કે કોઇ ઇતિહાસ કેવી રીતે બદલી શકે.ઇતિહાસ આજ છે.જનતા દરબાર બાદ મુખ્યમંત્રી નીતીશકુમાર પત્રકારો સાથે વાતચીત કરી રહ્યાં હતાં આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર કહ્યું કે મને સમજ નથી આવતી કે કોઇ તેને કેવી રીતે બદલી શકે છે.ભાષા એક અલગ મુદ્દો છે પરંતુ મૌલિક ઇતિહાસને તમે બદલી શકતા નથી.
હકીકતમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે કેટલાક દિવસ પહેલા એક કાર્યક્રમમાં દેશના ઇતિહાસકારોથી અતીતના ગૌરવને પુનર્જીવિત કરવાની અપીલ કરી હતી.તેમણે કહ્યું હતું કે તેનાથી ઉજજવલ ભવિષ્યના નિર્માણમાં મદદ મળશે.સંસ્કૃતિને બચાવવા માટે લોકોએ બલિદાન આપ્યું પરંતુ કેટલાક લોકોએ ઇતિહાસને વિકૃત રીતે લખ્યું છે સત્યને રોકી શકાય નહીં તેમણે કહ્યું હતું કે ઇતિહાસને બદલી નાખવું ફકત સરકારનો વિષય નથી જરૂરત છે કે લોકો પણ તેની બાબતમાં વાંચે શોધ કરે અને સચ્ચાને જૉહેર કરે આ સાથે જ ખોટી ધારણાઓને દુર કરે.
આ સાથે જ ગૃહમંત્રીએ એ પણ કહ્યું હતું કે અનેક સામ્રાજય થયા પરંતુ ઇતિહાસકારોએ ફકત મુગલ સામ્રાજયની બાબતમાં જ લખ્યું જેમ કે ચાલુકય,અહોમ પલ્લવ વગેરે આ બધા પર સંદર્ભ ગ્રંથ લખવાની જરૂરત છે હકીકત પોતાના આપમાં સામે આવી જશે કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે વીર સાવરકર ન હોત તો ઇતિહાસની ખુબ વાતો જૉહેર થાત નહીં આક્રાંતા જયાં ગયા બધું તહસ નહસ કરી દીધું.