પીજીવીસીએલ ભાવનગર શહેર વિભાગ-૨ વિભાગ કચેરી દ્વારા ડિવિઝન કચેરી હેઠળના વિવિધ વિસ્તારોમાં વીજ લાઇન પર મહત્વપૂર્ણ કામકાજને કારણે આવતીકાલ ૧૨ જૂન-૨૦૨૫ થી ૧૪ જૂન-૨૦૨૫ સુધી ત્રણ દિવસ માટે સવારે ૬ વાગ્યાથી રાત્રે ૧૧ વાગ્યા સુધી વીજ કાપની જાહેરાત કરવામાં આવી છે.

ગુરુવાર ૧૨ જૂનના રોજ, સિદસર રોડ પર તુલસી પાર્ક-૨, વાણંદ સોસાયટી, જગદીશ્વર પાર્ક, લક્ષ્મીનગર, ચંદ્રપ્રકાશ, રામેશ્વર સોસાયટી, મોહનનગર, નંદવિલા બંગલો, રેખા સોસાયટી, ચૈતન્ય વિલા, કામિનીનગર, તળાજા રોડ પર જલારામ સોસાયટી, નવા અને જૂના શિવનગર, શ્રીનાથજી ૧-૨-૩, લક્ષ્મીનગર (મંગલમ હોલ), પ્રયોગા રેસીડેન્સી, ચિત્રકૂટનગર, આસ્થા હોમ, મંગલમ હોલ, સીતારામનગર, અક્ષરપાર્ક, ધર્મલોક, અનંત ફ્લેટ વગેરે વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

શુક્રવાર, ૧૩ જૂનના રોજ, ૧૧ કેવી વાઘવાડી ફીડર વિસ્તારો જેવા કે સાગવાડી, શિવપાર્ક, કાળીયાબીડ-સી, નવો ભગવતીપાર્ક, જુનો ભગવતીપાર્ક (શેરી નં. ૧ થી ૭), પાણીની ટાંકી-કાલિયાબીડ પાસે, સર્કિટ હાઉસ, વાઘવાડી રોડથી સરકીટ સોસાયટી, સેન્ટ પાર્ક હાઉસ, સેન્ટ હાઉસ નં. ૧,૨,૩, અવધનગર, કબીર આશ્રમ રોડ, ભગવતી સર્કલથી વિરાણી સર્કલ વિસ્તાર, વિરાણી સર્કલથી પાણીની ટાંકી વિસ્તાર, મેલડી-મા મંદિર વિસ્તાર, ભયલુભાઈ કી વાડી વિસ્તારનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, શનિવાર, ૧૪ જૂનના રોજ, ૧૧ કેવી દિવાડી ફીડરમાં આવતા સરદારનગર ગુરુકુળ પાછળનો વિસ્તાર, દિવાડી ચોક-ગુરુકુળ-લોકમિલાપની આસપાસનો વિસ્તાર, દિવાડી ચોક થિયોસોફિકલ લોજ કેએસએમ ચંપા સોસાયટીથી પન્ના અગરબત્તી, મોખડજી સર્કલ, બામણિયા પ્લોટ ડાયમંડ વિસ્તાર, શશીપ્રભુ ચોક, અખંડાનંદ ફ્લેટ, બાબુભાઈ ચાલી, રેન્ટવાલા સર્કલથી શશીપ્રભુ ચોક અને વૃપા રેસીડેન્સી વિસ્તાર બંધ રહેશે. જો કામ ટૂંક સમયમાં પૂર્ણ થશે, તો કોઈપણ સૂચના વિના વીજ પુરવઠો ફરી શરૂ કરવામાં આવશે, તેમ પીજીવીસીએલ ભાવનગર શહેર વિભાગ-૨ ની યાદીમાં જણાવાયું છે.