ભાવનગરમાં સોશિયલ મીડિયામાં ભયજનક મેસેજ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી છે. ભારત પાકિસ્તાન વચ્ચેની વર્તમાન પરિસ્થિતીને પગલે ભય પેદા કરનારા મેસેજ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

જેમાં ઇન્સ્ટાગ્રામ હેન્ડલના વપરાશકર્તા પર કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં નાગરિકોમાં ભય અને ગભરાટ પેદા કરવા મેસેજ વાયરલ કર્યા હતા.ઉપરાંત સરકારના યુદ્ધ બાબતે ખોટા નિર્ણય અંગે મેસેજ વાયરલ કર્યા હતા. આ અંગે ગંગાજળીયા પો.સ્ટે.માં ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં આઇનુલ અનિશભાઇ શેખ નામના શખ્સ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.