શહેરમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર પોલીસે દરોડા પાડ્યા હતા. વાઘાવાડી રોડ પર ત્રણ જેટલા સ્પા સેન્ટરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. સ્પાની આડમાં દેહ વ્યાપાર અટકાવવા પોલીસે રેડ કરી હતી. ઇવા સુરભી કોમ્પલેક્ષમાં એક સાથે ૩ જેટલા સ્પા સેન્ટરો પર કાર્યવાહી કરવામાં આવી હતી. અવેડા, ઓશિયન અને આઇકોનીક નામના સ્પા સેન્ટરો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જે દરમિયાન પોલીસ અધિકારીઓએ ૧૦ જેટલી યુવતીઓને દેહ વ્યાપારમાંથી મુક્ત કરાવી હતી. જ્યારે ત્રણેય સ્પા સેન્ટરના મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. ભાવનગરના વાઘાવાડી રોડ પર આવેલા ત્રણ જેટલા સ્પા સેન્ટરની આડમાં દેહ વેપાર અટકાવવા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને રેડ પાડવામાં આવી હતી.વાઘાવાડી રોડ પર આવેલ ઇવા સુરભી કોમ્પ્લેક્ષમાં એક સાથે અલગ-અલગ ત્રણ જેટલા સ્પા સેન્ટરો ઉપર પોલીસે દરોડા પાડ્યા હતા. ઇવા સુરભી મોલમાં ચાલતા અવેડા, ઓશિયન અને આઇકોનીક નામના સ્પા સેન્ટરો પર દરોડા પાડવામાં આવ્યા હતા.નીલમબાગ પોલીસ, ઘોઘારોડ પોલીસ,એએચટીયુ સહિતના પોલીસ અધિકારીઓ રેડમાં જાડાયા હતા. ત્રણ જેટલા સ્પા સેન્ટરો ઉપરથી ૧૦ જેટલી યુવતીઓને દેહ વ્યાપારમાંથી મુક્ત કરવામાં આવી હતી. જ્યારે ત્રણેય સ્પા સેન્ટરોના મેનેજરોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સ્પા સેન્ટરોમાં કરવામાં આવેલી રેડને લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.






































