ભાવનગરની આંગણવાડીની કાર્યકર બહેનો દ્વારા સરકાર તરફથી આપવામાં આવેલા સીમકાર્ડને પરત આપવામાં આવ્યા છે. જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા ભાવનગર શહેરમાં ઝોન એક અને બેમાં કામ કરતી તમામ આંગણવાડી બહેનોએ સરકારે આપેલા સીમકાર્ડ મોબાઈલના પોતાની ઓફિસોમાં જમા કરાવી દીધા છે. જા કે તેની પાછળનું કારણ પણ આંગણવાડી કર્મચારી સંઘે જાહેર કર્યું હતું.ભાવનગર જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘની મહિલાઓ મહાનગરપાલિકાની ઝોન કચેરીએ પહોંચી હતી, ત્યારે જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘના પ્રમુખ નિર્મળાબેન ચૌહાણે જણાવ્યું હતું કે હાલ અમને પ્રદેશમાંથી જે સૂચનામાં આપી છે. અમે પ્રદેશ કક્ષાએ રજૂઆત કરી હતી. સ્થાનિક કક્ષાએ રજૂઆત કરી હતી. મોબાઇલની ગ્રાન્ટ આપવા છતાં આજદિન સુધી અમને ફાળવવામાં આવ્યા નથી.બહેનો પોતાના પર્સનલ મોબાઇલની અંદર કામ કરે છે. ઓનલાઇન ઓફલાઈન કામ કરે છે. એટલે આજે અમે ૨૦૦ બહેનો અર્બન ૧ અને અર્બન ૨ ની ૨૦૦ બહેનો સીડીપીઓ કચેરીએ ઝોન ૧ અને ૨ની અંદર અમારા સીમકાર્ડ જમા કરાવીએ છીએ.જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘના પ્રમુખ નિર્મળાબેને જણાવ્યું હતું કે, “અમને નવા મોબાઈલ આપવામાં નહીં આવે ત્યાં સુધી અમે ઓનલાઈન કામગીરીથી સદંતર અળગા રહેવાના છીએ. દિવસે દિવસે પોષણ ટ્રેક્ટરમાં નવા અપડેટ આવતા રહે છે. પોષણ સંગમ, એફઆરએસ છે. જેના નવા અપડેટ આવતા અમારા મોબાઇલમાં જગ્યા રહેતી નથી. અમારી બહેનો પાસે ઊંચી ક્વોલિટીના મોબાઈલ નથી હોતા. આમ છતાં પ્રેશર આપવામાં આવે છે કે તમે કામ કરો એટલે અમે હવે મોબાઈલ નહીં હોવાથી સીમકાર્ડ જમા કરાવીએ છીએ.જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘની સાથે ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ પણ જાડાયુ હતું, ત્યારે ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘના સભ્ય ચંદ્રિકાબેન સોલંકીએ મૌખિક જણાવ્યું હતું કે, અમારી અવારનવાર મોબાઇલને લઈને રજૂઆત રહેલી છે. જેને લઈને અનેક બેઠકો પણ કરી હતી. આમ છતાં પણ નિર્ણયો નહીં આવતા આજે બહેનોએ અમે લોકોએ મોબાઈલ સીમકાર્ડ જમા કરાવવા આવ્યા છીએ. અમે ઓનલાઈન કોઈ કામગીરી હવે કરવાના નથી.









































