ભાવનગર-લુણીધાર ટ્રેનને ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે ખીજડીયા જંક્શનથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. તેઓ સાંસદ હતા ત્યારે કેન્દ્ર સરકારના રેલવે બજેટમાં આ ટ્રેનને બ્રોડગેજમાં રૂપાંતર કરવા મૂકી હતી ત્યારે તેમનું સપનું સાકાર થતા તેમણે ખુશી વ્યક્ત કરી હતી. આ તકે આંબાભાઇ કાકડીયા, જીતુભાઇ વાળા, સુરેશભાઇ ગોયાણી, વિપુલભાઇ પોકીયા, ભરતભાઇ લાડોલા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.