લીલીયા મોટા રેલવે સ્ટેશને ભાવનગરથી મહુવાની ટ્રેન અને બીજી મહુવાથી ભાવનગરની ટ્રેનનો સ્ટોપ છે. આ બંને ટ્રેનનું ક્રોસિંગ લીલીયા રેલવે સ્ટેશને સાંજે ૪.૩૦ કલાકના અરસામાં થાય છે. અહીં એક પ્લેટફોર્મ યોગ્ય ઉંચાઇએ હોવાથી મુસાફરોને કોઇ અગવડતા પડતી નથી. પરંતુ ભાવનગરથી મહુવા જતી ટ્રેનમાં જવા માટે પ્લેટફોર્મ પર ટ્રેન ઊભી હોય છે ત્યારે મુસાફરોને પાટા ઓળંગીને ત્યાં જવું પડે છે અને તે પ્લેટફોર્મ ખૂબ ઉંચું છે. આથી વૃદ્ધો, મહિલાઓ, બાળકો, બીમાર લોકોને ખૂબ જ તકલીફ પડે છે. આથી સ્થાનિક લોકોની માગણી છે કે, આ ટ્રેનનું ક્રોસિંગ સાવરકુંડલા આપવામાં આવે તો મુસાફરોને ચડવા-ઉતરવામાં અનુકૂળતા રહેશે. ત્યાં પ્લેટફોર્મ યોગ્ય ઉંચાઇએ છે.