ભાવનગર મહાનગરપાલિકામાં કાયમી સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા લીલાબેન ભગવાનભાઈ વાઘેલાને ભાવનગર મહાનગરપાલિકા તરફથી તદ્દન ગેરકાયદેસર રીતે કોઈપણ જાતની નોટિસ આપ્યા વિના અને કામદારને ઉચિત ખુલાસો કરવાની તક પણ આપ્યા વિના મૌખિક હુકમ કરી તારીખ ૨૮- ૦૪- ૨૦૦૬ થી વગર રજાએ ગેરહાજર હોવાનું તદ્દન એકતરફી રીતે માની લઈને કામદારને આપવાના થતા નિવૃત્તિના લાભો જેવા કે પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુટી, પેન્શન અને રજાના રોકડમાં રૂપાંતર પૈકીની કોઈપણ રકમ ચૂકવ્યા વિના મહાનગરપાલિકાએ છુટા કરી દીધેલા જેથી તેઓએ ન્યાય મેળવવા માટે મ્યુનિસિપલ નોકરિયાત મંડળ ભાવનગર મારફત નામદાર લેબર કોર્ટ ભાવનગર સમક્ષ દાદ માંગેલ જેના અનુસંધાને, નામદાર લેબર કોર્ટ ભાવનગરના ન્યાયાધીશ સુશીલ ભગવંતરાય ભટ્ટે ઔદ્યોગિક વિવાદ ધારાની જુદી જુદી જોગવાઈઓની વિગતવાર અને ઊંડાણપૂર્વક છણાવટ કરીને, બંને પક્ષકારોને સંપૂર્ણ રીતે સાંભળ્યા બાદ કામદારને છૂટા કરવાનું ભાવનગર મહાનગરપાલિકાનું પગલું ગેરકાયદેસરનું ઠરાવેલ છે.