ભાવનગર રેલવે મંડળ દ્વારા ભાવનગર ડિવિઝન હેઠળ આવતા રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકીટના દરમાં ઘટાડો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજથી જ ભાવ ફેરફારના નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ભાવનગર ડિવિઝન દ્વારા લેવાયેલ આ નિર્ણયથી મુસાફરોને રાહત મળી છે.
ભાવનગર ડિવિઝનના આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર નીલાદેવી ઝાલાએ જણાવ્યું કે, ડિવિઝનલ રેલવે મેનેજર મનોજ ગોયલની સૂચના મુજબ ભાવનગર ડિવિઝનના ભાવનગર ટર્મિનસ, બોટાદ, પોરબંદર, જૂનાગઢ અને વેરાવળ રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકીટના દરો આજથી રૂ. ૩૦ના બદલે રૂ. ર૦ ઘટાડીને રૂ. ૧૦ કરી નાખવામાં આવ્યા છે. આ રીતે હવેથી ભાવનગર ડિવિઝનના તમામ નાના-મોટા સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ રૂ. ૧૦ કરી દેવામાં આવી છે.