લાભુભાઈ કાત્રોડીયાના અધ્યક્ષ સ્થાને વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું
ભાવનગર,તા.ર૩
ભાવનગર જિલ્લા પત્રકાર એકતા પરિષદનું ઐતિહાસિક મહાઅધિવેશન અટલબિહારી વાજપેયી હોલમાં યોજાયું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પત્રકારો, રાજકીય નેતાઓ, સમાજ શ્રેષ્ઠીઓ અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા. આ દરમિયાન ભાવનગર રાજવી પરિવારના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કેન્દ્રીય મંત્રી નિમુબેન બાભણીયા, ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો અને મેયર પણ હાજર રહ્યા હતા. આ તકે ૧૧ વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી નિમુબેન બાભણીયાએ જણાવ્યું કે, “પત્રકાર એકતા પરિષદ દરેક જિલ્લા અને તાલુકામાં વિસ્તર્યું છે, જે ગર્વની વાત છે. પત્રકારો સમાજ અને સરકાર વચ્ચેની મહત્વપૂર્ણ કડી છે.” પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયાએ કહ્યું, “ગુજરાતમાં પત્રકારોને પૂરતી સુવિધાઓ મળતી નથી. આ અંગે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે અને ટૂંક સમયમાં નિરાકરણ આવશે.” કાર્યક્રમમાં નવનિયુક્ત હોદ્દેદારોને નિમણૂક પત્રો એનાયત કરાયા અને સમાજના સેવાભાવી શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.