ટીંબીની સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલના ઉપપ્રમુખ બી.એલ. રાજપરા તેમજ બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઇ વિરાણીએ કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાની તેમના પાલીતાણા ખાતે આવેલ નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે મંત્રીને ટીંબી ખાતે ચાલતી હોસ્પિટલ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. ત્યારે મંત્રી માંડવીયા દ્વારા નિયમાનુસારની સરકારી તમામ સહાય આપવા તત્પરતા બતાવી હતી.