શહેરમાં દારૂને રોકવા પોલીસ રાહમાં હતી. બાતમીવાળી કાર આવીને પણ થયું એવું કે ચાલક રીવર્સમાં લઈને ફરાર થયો હતો, પરંતુ બાદમાં પાછળ પડેલી પોલીસના ડરે ચાલક કાર મૂકીને જ નાસી ગયો હતો.દિવાળી જેવા તહેવાર આવી રહ્યો છે, ત્યારે ભાવનગરની એલસીબી પોલીસે દારૂ જેવી બદીને જિલ્લામાંથી કાઢવા માટે ચેકિંગમાં રહેતી હોય છે. રાત્રી દરમિયાન વરતેજના રંગોલી ચોકડીએ પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળી હતી, કે એક કાર વલભીપુર તરફથી આવી રહી છે. જેથી પોલીસ વોચમાં રહેતા બાતમીવાળી કાર આવતા કારચાલકને ભનક લાગી ગઈ અને ત્યારબાદ કાર લઈ ફરાર થતા પોલીસે તેનો પીછો કર્યો હતો.ભાવનગરની એલસીબી પોલીસને બાતમી મળી હતી કે, એક કાર વલભીપુર તરફથી ભાવનગરમાં દારૂ ભરેલી પ્રવેશ કરવાની છે. જેથી એલસીબીની ટીમ વરતેજ પાસે રંગોલી ચોકડીએ વોચમાં ગોઠવાઈ ગઈ હતી. બાતમી વાળી હ્યુન્ડાઇ કાર જીજે ૧૮ ઇએફ ૦૦૭૫ આવતા જ તેને રોકવાની કોશિશ કરી હતી. જેથી કાર ચાલકે કાર રિવર્સમાં લીધી અને જે તરફથી એટલે વલભીપુર તરફ ફરી ભાગ્યો હતો. જેથી ફિલ્મી ઢબે પોલીસે તેનો પીછો કર્યો હતો, પરંતુ પોલીસને કારચાલક હાથ લાગ્યો નહીં.કાર રીવર્સમાં લઈને ભાગેલા ચાલકની પાછળ પોલીસે પીછો કર્યો હતો, ત્યારે પોલીસને કાર તો નેસડા ગામ નજીક મળી આવી હતી. નેસડા ગામના બસ સ્ટેન્ડની પહેલા નાળા પાસે કાર મૂકીને કારચાલક ફરાર થઈ ગયો હતો. જેથી પોલીસે કારની તપાસ કરતા તેમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે કાર અને દારૂ સમગ્ર મુદ્દામાલ કબ્જે લીધો હતો અને કારચાલક વિરુદ્ધ શિહોર પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી સોપી હતી.ભાવનગર એલસીબી પોલીસે કારની તપાસ કરી ત્યારે તેમાંથી ઓલ સિઝન્સ ગોલ્ડન કલેક્શન વ્હીસ્કી ૭૫૦ દ્બઙ્મની કુલ ૨૦૪ નંગ બોટલો ૨,૮૫,૬૦૦ની કિંમતની તેમજ મેકડોવેલ્સ નંબર વન ડીલક્ષ વ્હીસ્કી ઓરીજનલ ૭૫૦ એમએલઙ્મ ૧૯ બોટલ ૨૦,૯૦૦ની કિંમતની, ઓલ સિઝન્સ ગોલ્ડન કલેક્શન વ્હીસ્કી ૧૮૦ એમએલ ૧૨૯૬ નંગ જેની કિંમત ૨,૫૯,૦૦૦ મળી કુલ ૫,૬૫,૭૦૦નો દારૂ ઝડપી લીધો હતો. જા કે ૧૦ લાખની કાર મળીને કુલ પોલીસે ૧૫,૬૫,૭૦૦ નો મુદ્દામાલ કબ્જે લઈ શિહોર પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી સોંપી છે.










































