બરવાળા ખાતે ભાવનગર અમદાવાદ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જે ઘટનામાં મ્સ્ઉ કાર ચાલકે બે વર્ષીય માસુમ બાળક સાથે ફરવા નીકળેલા દંપતીને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં પત્નીનું મોત નીપજ્યું છે. તો યુવાન પતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તે સારવાર હેઠળ ભાવનગર ખસેડાયો છે. સદનસીબે બાળકી સહીસલામત છે અને તેને કોઇ ઇજા થઇ નથી.
હાલ મૃતક મહિલાના પરિવારે જ્યાં સુધી આરોપી ઝડપાય નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં પરિવારજનો અને અન્ય લોકો એકત્રિત થયા છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, બરવાળા ખાતે ભાવનગર અમદાવાદ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની. મ્સ્ઉ કાર ચાલકે બાઈક ચાલક દંપતીને અડફેટે લીધા હતા. આ ગોઝારા અકસ્માતમાં મહિલાનું મોત થયું છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પીટલ ખસેડાયો છે. મૃતક મહિલાના પરિવારજનોએ આરોપી ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. ૧૨ કલાક વિતવા છતા બરવાળા પોલીસ આરોપીને ઝડપી શકી નથી. બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં પરિવારજનો અને અન્ય લોકો એકત્રિત થયા છે. કલાકો બાદ પણ આ ગોઝારો અકસ્માત કરનારા આરોપીને પોલીસ ઝડપી ન શકી હોવાથી પરિવાર ભારે હૈયે આક્રોશ વ્યક્ત કરી રહ્યો છે. મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી દીધી છે.
મૃતક મહિલાના પિતા અને જેઠે જ્યાં સુધી આરોપી ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા ઈન્કાર કર્યો છે. આ ગોઝારા અકસ્માતને કારણે આખા પરિવારમાં ગમગીની ફેલાઇ ગઇ છે. બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં પરિવારજનો સગા સંબંધીઓ અને ગામલોકો એકત્ર થઇ ગયા છે.