માતા-પિતા બાળકોને શાળાએ અને ટ્યુશનમાં જવા માટે સાયકલ અપાવતા હોય છે. ત્યારે બાળકો ઉત્સાહ અને આનંદ સાથે એ જ સાયકલ લઈને અભ્યાસે જાય છે. પરંતુ બાદમાં એ સાયકલ ઉપર જા કોઈની ચોરની નજર પડે અને સાયકલ ચોરી થાય તો વિદ્યાર્થીને મનોદશા સમજી શકાય છે. હા આવી ઘટના બની છે. જેમાં ભાવનગરમાં છેલ્લા છ મહિનાથી બે શખ્સો માત્ર શાળા અને ટ્યુશન ક્લાસમાંથી સાયકલ ચોરી કરવાની ઘટનાને અંજામ આપતા હતા. જેને ભાવનગરની એલસીબી પોલીસે ઝડપી લીધા છે.

ભાવનગરની એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે જવાહર મેદાન ગોળીબાર હનુમાન મંદિર તરફ જવાના માર્ગ ઉપર રિક્ષામાં કેટલાક લોકો સાયકલ લઈને જઈ રહ્યા છે. જે ચોરી અથવા તો છળકપટથી મેળવેલી છે. જેને પગલે એલસીબી પોલીસે ગોળીબાર હનુમાનના મંદિર રોડ ઉપર વોચમાં રહેતા બાતમીવાળી રીક્ષા સાયકલ ભરેલી મળી આવતા રીક્ષામાં સવાર નાગધણીબા ગામના બે શખ્સોની પૂછતાછ હાથ ધરી હતી. જા કે રીક્ષા અને સાયકલના દસ્તાવેજા આપવામાં અસમર્થ અને જવાબ આપવામાં થોથરાયેલા બંને શખ્સ સામે પોલીસે વધુ પૂછપરછ કરતા ચોરીનો ભેદ ખુલવા પામ્યો હતો.

એલસીબી પોલીસે ગોળીબાર હનુમાન મંદિર રોડ ઉપર રીક્ષા ઉભી રાખીને તેમાં સવાર નાનજી ઉર્ફે મોઢ્યો મકવાણા અને સાગર મકવાણા બંને નાગધણીબાના રહેવાસીને સાયકલ બાબતે પૂછપરછ કરતા ચોરીની ઘટનાઓનો ભેદ ખુલ્યો હતો. જા કે આ બંને શખ્સ સ્કૂલ અને ટ્યુશન ક્લાસમાં આવેલા વિદ્યાર્થીઓની સાયકલ ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. છેલ્લા છ મહિનાથી સાયકલ ચોરી કરીને આશરે ૧૦ જેટલી સાયકલો પોતાના ગામડે એકઠી કરી હોવાથી પોલીસે તમામ સાયકલો કબ્જે લીધી હતી.

ભાવનગર શહેરના સરદારનગર, લીલા સર્કલ, કાયાબીડ વિસ્તારમાં આવેલી શાળાઓ અને ટ્યુશન ક્લાસીસમાંથી નાનજી ઉર્ફે મોંઢીયો મકવાણા સાયકલ ચોરી કરતો હતો અને સાયકલ ચોરીના સ્થળથી તે સાયકલ ચલાવીને અધેવાડા ગામ સુધી જતો હતો. ત્યાં અગાઉથી જ સાગર મકવાણા રીક્ષા લઈને ઉભો હોય. ત્યારે સાયકલ રિક્ષામાં મૂકીને બંને પોતાના ગામ તરફ રવાના થઈ જતા હતા. પોતાના ગામમાં સાયકલોને તે સંતાડી દેતો હતો. દિવાળીનો સમય આવતો હોય ત્યારે આગામી દિવસોમાં એકઠી કરેલી દસ જેટલી સાયકલો જવાહર મેદાનમાં વેચવાનો પ્રયાસ કરવાના હતા. જા કે પોલીસે કુલ ૧૦ સાયકલ અને રીક્ષા મળીને ૫૮,૮૦૦ નો મુદ્દામાલ કબ્જે લઈ બંને શખ્સો વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી સોંપી છે.