પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાવનગર કાર્યક્રમ માટે રાજ્યભરમાંથી એસટી વિભાગે કુલ ૧૨૦૦ બસ ફાળવી છે. તેમાં ભાવનગર વિભાગમાંથી જ ૧૦૦ બસોની ફાળવણી કરવામાં આવી છે, જેના કારણે સ્થાનિક મુસાફરો અને વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભાવનગર વિભાગમાંથી વિવિધ ડેપોથી નીચે મુજબ બસો ફાળવાઈ છેઃ ભાવનગર ડેપોઃ ૧૭,ગારિયાધારઃ ૧૩,ગઢડાઃ ૧૦,મહુવાઃ ૧૩,પાલિતાણાઃ ૧૩,બરવાળાઃ ૮,તળાજાઃ ૧૩,બોટાદઃ ૧૩ બસો ફાળવાઇ છે જયારે રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી વધારાની ૧૧૦૦ બસો ફાળવાઈ છે સ્થાનિક રૂટ્‌સ પર ચાલી રહેલી જી્‌ બસોના શેડ્યૂલ રદ થતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગને મુસાફરીમાં અવરજવર માટે વિકલ્પ શોધવો મુશ્કેલ બનશે.
પીએમ મોદીના કાર્યક્રમમાં ભવ્ય જનમેદની ઉપસ્થિત રહે તે માટે મોટી સંખ્યામાં બસોની વ્યવસ્થા કરાઈ છે. આ માટે એસટી વિભાગ ઉપરાંત અન્ય સરકારી વિભાગો પણ સક્રિય બન્યા છે. બસો રદ થવાને કારણે નાગરિકોમાં અસંતોષ ઉત્પન્ન થયો છે. ઘણા મુસાફરોનું કહેવું છે કે રોજિંદી મુસાફરીમાં વિક્ષેપ થવાથી સમય અને ખર્ચ બંને વધશે. તંત્રએ વિકલ્પરૂપે ખાનગી વાહન વ્યવહારનો ઉપયોગ કરવા લોકોને સલાહ આપી છે.
ભાવનગરમાં યોજાનારા પ્રધાનમંત્રીના કાર્યક્રમ માટે એસટી વિભાગે બસોની વિશાળ ફાળવણી કરી છે. પરંતુ આ પગલાંને કારણે લોકલ મુસાફરો અને વિદ્યાર્થીઓને અસુવિધાનો સામનો કરવો પડશે, જે અંગે તંત્રે અનેક વિકલ્પ ગોઠવવા પડશે.