(એ.આર.એલ),ભાવનગર,તા.૧
ભાવનગરમાં દિવાળીમાં જ હત્યાના ત્રણ બનાવો બન્યા હતા. પ્રકાશનો પર્વ ત્રણ લોકો માટે લોહિયાળ સાબિત થયો હતો. હાથબ ગામે
એક યુવક પર જીવલેણ હુમલો કરાયો હતો. ગાળો બોલવાની ના પાડતા આધેડ પર જીવલેણ હુમલો કરાયો હતો. બુધાભાઈ બારૈયા નામના આધેડ પર હુમલો કરાતા ઇજાગ્રસ્તને સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બુધાભાઈને સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બીજી બાજુ ભાવનગર શહેરમાં ગણતરીના કલાકોમાં બીજી હત્યા થઈ હતી. ફટાકડા સાઈડમાં ફોડવાનું કહેતા જીવરાજભાઈ લાખાણી નામના આધેડની હત્યા થઈ હતી. ભાવની નામના શખ્સ અને અન્ય બે શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં જીવરાજભાઈનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. ઘટનાના પગલે ઘોઘારોડ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
તો ભાવનગરમાં ફરદીન ઉર્ફે રાવણ નામના યુવકની પત્ની સાથે આડા સંબંધની દાજ રાખી હત્યા કરવામાં આવી હતી. યુનુસ, આર્યન અને એક મહિલા દ્વારા હત્યા કર્યા હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે બે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.