ભાવનગરમાં આજે વહેલી સવારે જર્જરિત ઈમારત ધારાશાયી થવાની દુર્ઘટના બની છે. જેમાં એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે, જ્યારે ત્રણને ગંભીર ઈજો પહોંચી છે અને એક વ્યક્તિની હાલત ગંભીર છે. ત્રણ લોકો ઇજોગ્રસ્ત થતા તેમને ૧૦૮ મારફતે ભાવનગર સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વહેલી સવારે બનેલી ઘટનાની જોણ ફાયર વિભાગને કરાઈ હતી. ત્યારબાદ ફાયર વિભાગ અને સ્થાનિક લોકો દ્વારા રેસક્યું ઓપરેશન હાથ ધરી દબાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
ભાવનગર શહેરમાં પીરછલ્લાના ભાદેવાની શેરીમાં
આજે વહેલી સવારે એક ત્રણ માળનું મકાન ધરાશાયી થયું છે. હિંમતભાઈ રામજીભાઈ રાજપુરાની માલિકીનું ઘર ધરાશાયી થયું હોવાનું સામે આવ્યું છે. આ બનાવની જોણ ફાયર બીગ્રડને થતા ફાયરબ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક પહોંચી કાટમાળ હટાવી દટાયેલા વ્યક્તિઓને બહાર કાઢ્યા હતા. જ્યારે ઇજોગ્રસ્તોને સારવાર માટે ૧૦૮ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં ૪ વ્યક્તિઓ દટાયા હતા, જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ફાયરબ્રિગેડના કાફલાએ એક કલાકની જહેમત બાદ ૪માંથી ત્રણને બચાવ્યા હતા. જેનું નામ રિદ્ધિબેન મિતભાઈ(માધવ) રાજપુર (.ઉ.મ.૨૦) છે. જ્યારે ત્રણ ઇજો ગ્રસ્તોને સારવાર માટે ભાવનગર સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઇજોગ્રસ્તોમાં દીપકભાઈ હિમતભાઈ રાજપુરા આશેર ઉ.મ.૫૨ તથા તેના પત્ની નયનાબેન હિમતભાઈ આ.ઉ.મ.૫૦ તથા મિતભાઈ( માધવભાઈ) રાજપુરા આ.ઉ.મ.૨૫ તમામ ને ૧૦૮ મારફતે હોસ્પિટલ ખાતે સારવાર અર્થ લઈ જવામાં આવ્યા હતા.