(એ.આર.એલ),ભાવનગર,તા.૩૧
ભાવનગરમાં તાજેતરમાં પડેલ વરસાદને પગલે શહેરમાં અમુક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ રહેતા રોગચાળો ફાટી નીકળવાનો ભય રહેલો છે. ત્યારે ભાવનગરમાં ડેન્ગ્યુનાં ૨ પોઝીટીવ કેસ નોંધાતા મનપાનું આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયું હતું. શહેરનાં રૂવાપરી રોડ પાસે રહેતી ૨૫ વર્ષીય યુવતી અને કુંભારવાડા માઢીયા રોડ પાસે રહેતી ૧૦ વર્ષીય બાળાને ડેન્ગ્યું થતા તાત્કાલીક સારવાર અર્થે ખસેડાયા હતા.ભાવનગર મહાનગર પાલિકાનાં આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓનાં વિસ્તારોમાં સર્વે શરૂ કર્યો હતો. તેમજ તમામ વિસ્તારોમાં ફોંગીંગ તેમજ દવાનો છંટકાવની કામગીરી હાથ ધરી હતી. ભાવનગર શહેરમાં છેલ્લા ૭ માસમાં ડેન્ગ્યુનાં ૧૩ કેસ નોંધાયા હતા.
ડેન્ગ્યુ સંક્રમિત મચ્છરના કરડવાથી લોકોમાં ફેલાય છે. તેના લક્ષણોમાં નીચેનાનો સમાવેશ થાય છે વધુ પડતો તાવ,માથાનો દુખાવો,શરીરનો દુખાવો ઉબકા