ભાવનગરમાં જીએસટી વિભાગ દ્વારા ફટાકડાનાં વેપારીના ત્યાં સર્વે કરવામાં આવ્યો છે. એસજીએસટીની કચેરીસામે આવેલા શ્રીજી ફટાકડામાં સરવે હાથ ધરવામાં આવ્યો છે. શ્રીજી ફટાકડા દ્વારા નવા ગામ પાસે મોટા ફટાકડાનું વેચાણ થાય છે.જીએસટી વિભાગના સરવેથી ફટાકડાના વેપારીઓમાં ફફડાટ બેસી ગયો છે. એસજીએસટી કચેરી સામે આવેલા શ્રીજી ફટાકડામાં સરવે હાથ ધરવામાં આવ્યો છે. શ્રીજી ફટાકડા દ્વારા નવાગામ પાસે મોટાપાયે ફટાકડાનું વેચાણ હાથ ધરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ ગેરકાયદે ફટાકડા વેચતા અને સંગ્રહ કરતા શખ્સો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસની ર્જીંય્ને માહિતી મળી હતી કે હાથીજણ સર્કલથી મહેમદાવાદ જતા રોડ પર હાથીજણ ગામની સીમમાંસ્વામીનારાયણ મંદિરની સામે કેટલાક શખ્સો પતરાના શેડનો મોટો ડેમ ઉભો કરીને ગેરકાદે ફટાકડા વેચે છે.જેને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. જેમાં અક્ષર ફટાકડા નામથી પતરાના શેડનો મોટો ડેમ ઉભો કરાયો હોવાનું જણાયું હતું.
પોલીસે ગોડાઉનમાં રખાયોલા ફટાકડાના લાયસન્સ અંગે તપાસ કરતા તે ગેરકાયેદેસર હોવાનું જણાયું હતું. જેને પગલે પોલીસે ધવલ પી.પ્રજાપતિ, યુવરાજસિંહ ઠઠુભા વાઘેલા, સુધીર આર.પ્રજાપતિ, રાકેશ કે.ઠાકોર અને માધવ અગ્રવાલની ધરપકડ કરી હતી.વધુ તપાસમાં અહીં ફાયર સેફ્ટીના કોઈપણ પ્રકારના સાધનો રાખવામાં આવ્યા ન હતા. ગોડાઉનમાંથી પોલીસે રૂ. ૪૭,૭૭,૦૮૦ ની કિંમતના અલગ અલગ બનાવટના મિક્ષ ફટાકડા કબજે કર્યા હતા. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.